PRAVIN KALAL – FATEPURA
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાનાં વાંસીયાકુઇ પ્રાથમિક શાળા અવાર-નવાર વિવિધ મુદ્દે પ્રકાશમાં આવતી રહે છે તેમાં વધુ એક મુદ્દો બહાર આવ્યો છે. આ વખતે શાળાના આચાર્ય પ્રહલાદભાઈ એન. વણકર રહેવાસી વાંસીયાકુઇ તા. ફતેપુરા દ્વારા શિક્ષિકા પ્રીતિબેન કર્નેલ્યસભાઈ ક્રિશ્ચયન ઉમર વર્ષ ૨૯ મૂળ રહેવાસી નડિયાદ જિલ્લા ખેડાના વતની છે અને હાલ તેઓ બચકરીયા તા. ફતેપુરામાં રહે છે. તેઓ ગત શનિવારના રોજ પોતાના વર્ગખંડમાં પોતે ફાઇલ ભરી રહ્યા હતા તેવામાં શાળાના આચાર્ય તેમના વર્ગખંડની બહારથી પસાર થયા હતા ત્યારે તેઓએ પ્રીતિબેનને કહ્યું કે તમારી ફાઇલમાં પંચીંગ બરોબર નથી જેથી મારી ઓફિસ માં આવીને પંચ મશીન લઈ જાઓ અને ફાઇલીંગ વ્યવસ્થિત રીતે કરી દો ત્યારબાદ પ્રીતિબેન આચાર્યની ઓફિસમાં ગયા ત્યાં આચાર્યએ પ્રીતિબેન નો હાથ પકડી પોતાની તરફ ખેંચતા કહ્યું કે તું આવતી કેમ નથી તેમ કહી ગાળો બોલ્યા હતા અને છેડતી કરી હતી.
આ બનાવ બાદ શિક્ષિકા અને આચાર્ય વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી તેવામાં શિક્ષિકાએ પોતાની પાસેના મોબાઇલમા આચાર્યનો વિડીયો પણ ઉતાર્યો હતો જેથી આચાર્યએ ઉશ્કેરાઈ જઈને શિક્ષિકા પ્રીતિબેનને કહ્યું એક તું મારો વિડીયો ઉતારે છે જોઉ છું તું એકલી ઘરે કેવીરીતે જાય છે. તેમ જણાવી આચાર્યએ ધમકી આપી હતી. જેથી શિક્ષિકાએ પોતાના પતિને આ સમગ્ર ઘટનાની જાણ કરી ત્યારે શિક્ષિકા પ્રીતિબેનના પતિ ત્યાં આવી જઇ આચાર્યને આ બાબતે પુંછતા આચાર્યએ શિક્ષિકાના મો પર એક મુક્કો મારી ને ઘાયલ કરી દીધા હતા ત્યારે શાળાના અન્ય શિક્ષકોએ આવી સમગ્ર મામલને થાળે પાડવાની કોશિશ કરી હતી.
ત્યારબાદ આ બનાવ અંગે શિક્ષિકા પ્રીતિબેને આજ રોજ તા.૦૬/૦૨/૨૦૧૮ મંગળવારના રોજ સુખસર પોલીસ સ્ટેશનમાં આવી વાંસીયાકુઇ પ્રાથમિક શાળાના આચાર્ય વિરુદ્ધ છેડતી, મારમારી અને જાનથી મારી નાંખવાની ધમકી બાબતે કાયદેસરની F.R.I. દાખલ કરતાં સમગ્ર ફતેપુરા તાલુકાના શિક્ષણ જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો ત્યારે સુખસર પોલીસ ખાતા દ્વારા આ સમગ્ર ઘટનાની તપાસ થાય તેવી શિક્ષણ જગત અને શિક્ષકોમાં ચર્ચાનો વિષય બની ગયા છે.
