ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે થી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાના રથયાત્રા નિકાળવામાં આવી

0
532

PRAVINBHAI KALAL – FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામથી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથયાત્રા આજુબાજુ ગામોમાં પરિક્રમા કરી લોકોને માહિતગાર કરવા માટે તથા  કાર્યક્રમની વિસ્તૃત  જાણકારી આપવા માટે આ રથયાત્રા કાઢવામાં આવી. સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથયાત્રા ની શરૂઆત ઘુઘસ ગામમાં ઉચ્ચ અધિકારી વર્ગ જેવા કે પ્રાંત અધિકારી થી લઈ જન અધીકારી ડી.જે. વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ યોગેશભાઈ, ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વ્યાસ સાહેબ, માર્કેટ યાર્ડ ચેરમેન બાબુભાઈ પારગી, જિલ્લા ગ્રામ વિકાસ નિયામક સી.બી.લબાના, ડોક્ટર અશ્વિનભાઈ પારગી, તાલુકા વિકાસ અધિકારી, નાયબ મામલતદાર પારગી સાહેબ અને ભરવાડ સાહેબ, ડીંડોર સાહેબ, રેલવે વેસ્ટ ઝોન ના સભ્ય રીતેશભાઈ અને સરપંચો, ગ્રામજનો, બાળકો, કર્મચારીગણ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમની શરૂઆતમાં રથયાત્રાનું સ્વાગત દીપ પ્રગટાવી કરવામાં આવ્યો હતો. દરેક પધારેલ મહાનુભવોએ સરદાર વલ્લભભાઈ પટેલની જીવન ગાથા એમાં જ તેઓની કાર્યશૈલીની અને પ્રસંગ અનુરૂપ પ્રવચન આપવામાં આવ્યા હતા. અને સમજણ આપી હતી અને શપથ ગ્રહણ કરાવ્યા હતા.

સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતા રથયાત્રા આજ રોજ ઘુઘસ થી નીકળી ભીચોર, ડુંગરા, નાનીચરોલી, જલાઈ, વાંદરીયા, જગોલા, બારસાલેડા, પીપલારા, છાલોર, નવાગામ વિગેરેમાં પરિભ્રમણ કરી સરદાર સાહેબના કાર્યશૈલી વિશેની ફિલ્મો બતાવવામાં આવી હતી અને સરદાર સાહેબે આપણા માટે કરેલી તન-મન-ધનથી સેવાઓ બાબતની ફિલ્મો બતાવીને પ્રજાજનોને જાગૃત કરી એકતા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. સૌનો સાથ સૌનો વિકાસ સાથે કાર્યક્રમ પૂર્ણ કરી રથયાત્રા વિદાય કરવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here