Pravin Kalal Fatepura
ફતેપુરાના મોર મહુડી ગામના શુકમ દાસ નારણદાસ મહિડા ઓ અે અમદાવાદ કન્ટ્રોલ રૂમને ફોન કરી ખોટી માહિતી આપેલી કે અહીંયા ગામમાં આતંકવાદીઓ ઘૂસ્યા છે તેવી રીતે ફોન કરેલ જેથી પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો હતો અને ફતેપુરા પીએસઆઇ શ્રી પીએમ જુડાલ ને માહિતી મળતા ગણત્રીની મિનિટોમાં જ એક્શન લઇ પોતાના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા અને તપાસ કરતાં શુકમ દાસે પોલીસને ખોટી માહિતી આપી છે તેવું પોતે જાણવા છતાં પોલીસને ખોટી માહિતી આપવા બદલ પોલીસને ગેરમાર્ગે દોરી ગુન્હો કરેલ હોય તેની વિરોધમાં ફરિયાદ દાખલ કરેલ છે વધુમાં શુકમ દાસ પહેલાં પણ પોલીસને ખોટી ખોટી અરજીઓ કરી છે તેવી જાણકારીમળેલ છે.
