Tuesday, December 10, 2024
Google search engine
HomeFatepura - ફતેપુરાફતેપુરા તાલુકાના તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે છેલ્લા દિવસે 80...

ફતેપુરા તાલુકાના તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે છેલ્લા દિવસે 80 વ્યક્તિઓના ઉમેદવારી ફોર્મ ભરાયા

THIS NEWS IS SPONSORED BY –-RAHUL HONDA

  • ફતેપુરા તાલુકામાં ભાજપ, કોંગ્રેસ, બી.ટી.પી., અપક્ષ, આપ સી.પી.એમ. વચ્ચે ચૂંટણી મહાજંગ જામવાની સંભાવના
  • ઉમેદવારીપત્ર ખેછાયા પછી સાચી પરિસ્થિતિનો ખ્યાલ આવશે. તાલુકા પંચાયતના સભ્યો તેમજ જિલ્લા પંચાયતના સભ્યો મળી કુલ ૨૨૯ ઉમેદવારીપત્રો રજૂ થયેલ છે.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના તાલુકા પંચાયતની 28 સીટ અને ફતેપુરા તાલુકા પંચાયતમાં સમાવેશ થયેલ જિલ્લા પંચાયતની 6 સીટોની ઉમેદવારીપત્ર ભર્યાના આજના અંતિમ દિવસે 80 ઉમેદવારી પત્રો ભરાયા હતા. ફતેપુરા તાલુકા પંચાયતના સભ્યો માટે આજે તા.૧૩/૦૨/૨૦૨૧ને શનિવારના રોજ 64 ઉમેદવારી પત્રો ભરાયા હતા. જ્યારે જીલ્લા પંચાયતની 6 સીટ માટે સભ્યો માટે 16 ઉમેદવારી પત્ર ભરાતા. આજે કુલ 80 ઉમેદવારી પત્રો ઉમેદવારો ભરાયા હતા. અગાઉ 149 ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરી ચુક્યા હતા. જેથી ઉમેદવારી પત્રો ભરવાના અંતિમ દિવસે તાલુકા પંચાયત તેમજ જીલ્લા પંચાયત મળીને કુલ 229 ઉમેદવારી પત્રો ભરાયા છે. ત્યારે ફોર્મ ખેંચ્યા પછી ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે. હાલ તો તમામ ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. ત્યારે ફતેપુરા તાલુકામાં કોંગ્રેસ, ભાજપ, અપક્ષ, આપ, B.T.P. અને સી.પી.એમ.વચ્ચે ચૂંટણી જંગ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. કોઈપણ પ્રકારની અગમ્ય ઘટના ન ઘટે તે માટે પોલીસ ખડેપગે પોલીસ ફરજ બજાવતી હતી. તેમાં C.P.I. ડામોર, P.S.I. બરંડા અને પોલીસ સ્ટાફે ચુસ્ત બંદોબસ્ત ગોઠવેલ હતો. ઉમેદવારી કરનાર આવતા ઉમેદવારોને તેમજ ટેકેદારોને આરોગ્ય સ્ટાફ દ્વારા સેનેટાઈઝર કરી થર્મલ ગનથી તપાસ કરી માસ આપી કચેરીમાં પ્રવેશ આપવામાં આવતો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments