ફતેપુરા તાલુકા સરકાર માન્ય તાલુકા ફેર પ્રાઇઝ શોપ એસોસિએશને મામલતદારને આપ્યું આવેદનપત્ર

0
11

ઓલ ગુજરાત ફેર પ્રાઇઝ શોપ એસોસિએશન અને ગુજરાત રાજ્યન ફેર પ્રાઇઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર્સ દ્વારા પડતર માંગણીઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે ની માંગણી સંદર્ભે નાયબ મામલતદાર (પુરવઠા) એસ.એમ. ચૌધરીને આપેલા આવેદન પત્ર આપી રજૂઆતો કરી.

આપેલ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા બે વર્ષથી પડતર પ્રશ્નોનું નિરાકરણ ના આવવાથી અમારા પડતર પ્રશ્નો સરકાર દ્વારા હકારાત્મક નિર્ણય લેવાય તે હેતુથી અમારી માંગણી સરકાર સુધી પહોંચાડવા વિનંતી કરેલ. અમારી માંગણીઓ નહીં સ્વીકારાય તો અમો રાજ્ય એસોસિયેશન દ્વારા આપેલ કાર્યક્રમને ફતેપુરા તાલુકો સમર્થન આપશે અને તા૦૨/૧૦/૨૦૨૨ થી વિતરણ વ્યવસ્થાની કામગીરી થી અળગા રહેવા જાહેરાત કરીએ છીએ. જેનો ફતેપુરા તાલુકાના તમામ દુકાનદારો આવેદનમાં જણાવ્યું હતું કે વ્યવસ્થા અને તમામ કામગીરીથી કરશે નહિ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here