ફતેપુરા દાઉદી વ્હોરા સમાજ દ્વારા દાહોદમાં બનેલ બળાત્કારની ઘટનાને લઇ ફતેપુરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

0
17

દાહોદ શહેરમાં સૈફી મોહલ્લામાં રહેતી વ્હોરા સમાજની મંદબુદ્ધિ દીકરીને અપહરણ કરી નિંદનીય ઘટના કરનાર ગુનેહગારને સખ્તમાં સખ્ત સજા કરવા માંગ કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ શહેરમાં દાઉદી વ્હોરા સમાજની સૈફી મહોલ્લામાં રહેતી દીકરીનું તા.૧૬/૦૯/૨૦૨૨ ને શુક્રવારના રોજ બપોરનાં ૦૧:૦૦ વાગ્યાનાં અરસામાં અપહરણ કરીને બળાત્કાર ગુજારી નિંદનીય ઘટના કરેલ છે. ફતેપુરા વ્હોરા સમાજ આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢે છે. આ ઘટનાને અંજામ આપનાર ગુનેહગારોને સખતમાં સખત સજા આપવામાં આવે તેવી માંગ ફતેપુરા દાઉદી વ્હોરા સમાજ દ્વારા કરવામાં આવી છે. આ ઘટનામાં સંડોવાયેલા ઈસમોને ફાંસી આપોના નારા લગાવામાં આવ્યા હતા. ફતેપુરા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું અને મામલતદાર દ્વારા આ આવેદનપત્ર આગળ સુધી પહોંચાડવાની ખાત્રી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here