ફતેપુરા પોલીસને ઉપલા અધિકારીઓ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે જણાવેલ હોય ફતેપુરા તાલુકામાં કોઈને કોઈ ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડી પાડી જેલ ના હવાલે કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે તા.૨૭/૦૮/૨૦૨૨ ને શનિવારના રોજ ફતેપુરા તાલુકામાં છેલ્લા એક વર્ષથી અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી જેલના હવાલે કરી દેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા PSI સી.બી બરંડાને મળેલી બાતમીના આધારે પોલીસ સ્ટાફ સાથે વોચ રાખી બાતમી વાળી જગ્યાએ જતા ચોક્કસ માહિતી અને હકીકત મળેલી કે અપહરણના ગુનામાં નાસતો ફરતો આરોપી ખાનગી વાહનમાં બેસીને ભોગ બનનાર બાળાને લઇ બહારગામથી મજૂરી કામેથી તેના મામાના ઘરે સામાજિક પ્રસંગમાં બલૈયા ક્રોસિંગે આવવાનો છે. જે ચોક્કસ બાતમી અને હકીકત મળતાં બલૈયા ક્રોસિંગ ગામે વોચમાં રહેતા આ ગુનાના આરોપી રાજુભાઈ ગજાભાઈ કટારા રહે. માધવાને તેમજ ભોગ બનનાર બાળાને લઈને આવતા આરોપીને ફતેપુરા પોલીસે ઝડપી પાડી ભોગ બનનાર બળાને કબજો મેળવીને આગળની કાયદેસરની કાર્યવાહી કરેલ છે.