ફતેપુરા પોલીસને છ વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં મળેલ સફળતા

0
79

 PRAVIN KALAL – FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક હિતેશ જોયસર સાહેબની સૂચના મુજબ પોલીસ ડ્રાઈવ અનુસંધાને નાસતા ફરતા આરોપીઓને ઝડપવાના આદેશ મુજબ ઝાલોદ ડિવિઝનના  એ.વી. ડામોર  સાહેબ અને સર્કલ પોલીસ ઇસ્પેક્ટર વી.એ.બ્લોચનાઓના માર્ગદર્શન હેઠળ વર્ષ 2012

થી નાસતો ફરતો આરોપી માલા રૂપા પારગી રહે.પાટવેલનો છેલ્લા છ વર્ષથી ફરાર હતો. જે મજૂરીકામ માટે જૂનાગઢ જિલ્લામાં જતો રહેલ હોઈ ફતેપુરા પી.એસ.આઇ એચ.પી. દેસાઈ તથા સ્ટાફના માણસોએ ચોક્કસ બાતમીના આધારે તપાસ રાખી જુનાગઢ થી આવેલો હોવાની માહિતી મળતા તેના ઘરેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

વધુમાં ફતેપુરા પી.એસ.આઈ. એચ.પી.દેસાઈ સાહેબ દ્વારા સતત નાઈટ પેટ્રોલીંગ તેમજ રાત્રી દરમ્યાન નાઇટમાં પ્રવેશતા વાહનોની તપાસ રાખી એન્ટ્રી કરતા ચોરીઓ બંધ થતા પ્રજાજનો સુખ ચેન અનુભવી રહ્યા છે અને પોલીસની આ સરાહનીય કામગીરીને બિરદાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here