ફતેપુરા પોલીસને નાઇટ કોમ્બીંગ દરમિયાન લિસ્ટેડ બુટલેગરની  ધરપકડ કરવામાં સફળતા મળી

0
182

PRAVIN KALAL – FATEPURA

 

ફતેપુરાના ડુંગર ગામનો મુકેશ ઉર્ફે ટીનો શંકર લિસ્ટેડ આરોપી છેલ્લા એક વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર હતો ગઇ રાત્રે PSI પ્રવીણ ઝુડાલ તેમજ સ્ટાફ નાઇટ કોમ્બીંગ કરતા હતા તે દરમ્યાન માહિતી મળતા ટીનાને ઝડપી પાડયો હતો અને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો ફતેપુરા પ્રોહીબીશન ગુન્હા રજીસ્ટર નંબર ૨૭૦/૦૧૭, સંતરામપુર પોલીસ સ્ટેશન પ્રોહીબીશન ગુન્હા રજીસ્ટર નંબર ૧૦/૦૧૭, લીમડી પોલીસ સ્ટેશન ગુન્હા રજીસ્ટર નંબર ૯૦/૦૧૬ વિગેરેના ગુન્હાઓમાં નાસતો ફરતો મુકેશ ઉર્ફે ટીના શંકરને પોલીસે નાઈટ કોમ્બિંગ દરમિયાન માહિતીના આધારે વોચ ગોઠવી મુકેશને ઝડપી પાડયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here