ફતેપુરા પોલીસને ભર બપોરે પેટ્રોલિંગ દરમિયાન ₹.૧૩,૨૦૦/- ના પ્રોહી મુદ્દામાલ સાથે સ્કુટી કિં.₹.૩૦,૦૦૦/- સહિત કુલ ₹. ૪૩,૨૦૦/- નો મુદ્દમાલ કબ્જે કરવામાં મળેલ સફળતા

0
160

 

દાહોદ જિલ્લાના ફતેપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો દિવાળીના તહેવાર નિમિત્તે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન અંદાજે બપોરના એક વાગ્યાના સુમારે ખાનગી રાહે પોલીસને બાતમી મળેલ કે એક સફેદ કલરની સ્કુટી ઇંગ્લિશ દારૂ લઈને સ્કુટી નંબર GJ 20 AJ 0066 મા લઈને આવે છે અને તે પાટવેલ તરફથી આવવાનો છે. જેથી ફતેપુુુરા PSI તથા પોલીસના માણસો વોચમાં બેઠા હતા ત્યારે તેલગોળા પ્રાથમિક શાળા પાસે ચાલકને પોલીસની જાણ થઇ જતાં સ્કુટી મુકીને તેલગોળા પ્રાથમિક શાળાનો કોટ કુદીને ભાગી ગયેલ હતો અને પોલીસે તેનો પીછો કરતા પકડાયેલ ન હતો. પોલીસના માણસો દ્વારા સ્કૂટીમાં ચેક કરતા આગળના ભાગે મીણીયાના થેલામાં  ઇંગ્લિશ દારૂ મળી આવેલ હતો. જેમાં પરપ્રાંતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જુદી જુદી બ્રાન્ડનો હતો. જેમાં મેકડોવેલ, બ્લેન્ડર સ્પ્રાઇડ, એન્ટી કવીટી, રોયલ સ્ટેગ, કિંગફિશર વિગેરે માર્કાની  બોટલો મળી આવેલ હતી. તેના નંગ 106 કિંમત ₹.૧૩,૨૦૦/- અને સ્કુટીની ₹.૩૦,૦૦૦/- મળી કુુુલ ₹.૪૩,૨૦૦/- માલ મૂકી નાસી ગયેલ હોય તેની સામે પ્રોહી એકટ ૬૫ (ઈ) 98 (2) મુજબ કાયદેસર ગુનો નોંધી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here