ફતેપુરા પોલીસને સંતરામપુર થી બાંસવાડા કતલખાને લઇ જવાના ઇરાદાથી ભેંસો ભરેલી મહેન્દ્ર પીકઅપ ઝડપી પાડવામાં મળેલ સફળતા

0
615

 PRAVIN KALAL –  FATEPURA 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી બાતમી મળેલ કે સંતરામપુર થી ઝાલોદ તરફ પીકઅપ બોલેરો ગાડી નંબર GJ-31-T-2465 તેમાં ક્રૂરતાપૂર્વક ભેસો ભરી કતલખાને લઇ જવામાં આવે છે તે આધારે પોલીસના માણસો સાથે માધવા ગામે આવી ગાડી પકડાઈ જતા નજીકના પંચના માણસો બોલાવી વાહન ચેકિંગ કરતા બોલેરો ગાડીમાં કાળા કલરની કુલ પાંચ ભેસો ભરેલ હોય ડ્રાઈવરને પૂછતા તેઓ સંતરામપુરના જણાવેલ અને રાજસ્થાન બાંસવાડા કતલખાને લઈ જવાના હોવાની હકીકત જણાવી હતી. આ બાબતે કોઈ પાસ, પરમીટ કે પુરાવો ન હતા. પીકઅપ ગાડીમાં બેટરી મારીને જોતા ભેશોના પગ અને મોડા ક્રૂરતાપૂર્વક બાંધેલા હતા અને ભેંસને ખવડાવવા માટે ઘાસ કે પાણી તેમાં કશું જ ન હતું. આમ પંચનામું કરી ગાડી તેમજ ભેંસોની કિંમત દસ હજાર અને ગાડી ની કિંમત ત્રણ લાખ પચાસ હજાર કુલ મળી ચાર લાખનો મુદ્દામાલ તપાસ અર્થે પોલીસે કબજે કરેલ ભેસોનેે પોલીસે ગોધરા ગૌશાળામાં મોકલી આપેલ છે અને વધુ તપાસ પોલીસ ચલાવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here