ફતેપુરા પોલીસ મથકે સુંદરકાંડનું આયોજન કરાયું

0
340


PRAVIN 
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે
ફતેપુરા પોલીસ સ્ટેશને સાંઇ મિત્ર મંડળ, લાલાભાઇ પંચાલ તથા મંડળના સભ્યો દ્વારા ભવ્ય સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પોલીસ સ્ટાફના જવાનો જી.આર.ડી. અને ગામના અગ્રણીઓ તેમજ ગામના નાગરિકોએ સૌ ભેગા મળી ભાગ લીધો હતો. પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ PSI પી.એમ જૂડાલ દ્વારા પ્રાર્થના ભરી વિનંતીથી દાદાની માનતા રાખી હતી કે વિધાનસભાનું ઇલેક્શન મારા એરિયામાં શાંતિપૂર્ણ રીતે પરિપૂર્ણ થઈ જાય અને કોઈ અનિચ્છિત બનાવ અને ધમાલ-મસ્તીના થાય તો દાદાના નામનું સુંદર કાંડ પોલીસ મથકે કરાવીશું અને આવનારું નવું વર્ષ શાંતિપૂર્ણ જાય તેવી દાદાને પ્રાર્થના કરી સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. સુંદરકાંડમાં પધારેલા મહેમાનોને નાસ્તો ચા તેમજ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતુ. સૌએ ભેગા મળી સુંદરકાંડ કરી હનુમાનજી દાદાને પ્રાર્થના કરી પ્રસાદ લઈ વિસર્જન કરવામાં આવ્યું હતુ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here