ફતેપુરા પોસ્ટ ઓફિસમાં મુખ્ય દરવાજાનું તાળું તોડી ચોરીનો બનાવ : પોલીસ ફરિયાદ દાખલ

0
396

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાની સબ પોસ્ટ ઓફિસમાં કોઈ અજાણ્યા ઈસમોએ મુખ્ય દરવાજાનું તાળું તોડી ચોરી કરેલ તે બાબત પોલીસ ચોપડે નોંધાયેલ ગુન્હો IPC કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબ ફતેપુરા પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટર રતનસિંહ બાબુભાઈ રાઠોડ સાંજના સમયે પોસ્ટ ઓફિસનો સમય પૂરો થતાં પોસ્ટ ઓફિસ બંધ કરી ચાવી તેઓની સાથે તેઓ ઘરે લઈ ગયા હતા અને બીજે દિવસે બપોરના સમયે તેમના P.A. રોહિત લક્ષ્મણ પ્રજાપતિનો ફોન આવ્યો કે કુમાર છાત્રાલયના વિક્રમભાઈ પારગીનો ફોન આવ્યો છે કે પોસ્ટ ઓફિસને તાળું મારે નથી અને નકુચો મળેલ છે જેથી અમોએ સીમલીયાના B.P.M. ને જણાવેલ કે તમો ત્યાં જઈ અંદર તપાસ કરો ત્યારબાદ તેઓએ તપાસ કરતા જણાવેલ કે ૪ LCD તથા 3 CPU અને 2 કી-બોડ તથા ત્રણ કેબલની ચોરી થયા છે. જેથી અમો અમારા ઘરેથી ફતેપુરા આવેલ અને સ્ટાફના માણસો સાથે તપાસ કરતા ચોરી થયેલ જણાઇ આવેલ. આ ચોરીમાં બે વિપ્રો કંપનીના અને એક એસાર કંપનીનું CPU એમ કુલ ત્રણ (3) નંગ CPU અને 2 વિપ્રો કંપનીના અને 2 એસાર કંપનીના LCD એમ કુલ ચાર (4) LCD  અને 2 નંગ કી-બોર્ડ મળી કુલ ₹.૩૩,૪૦૦/- નો મુદ્દામાલ કોઈ ચોર ઈસમોએ તાળું તોડી ચોરી ગયેલ છે. જેની ફરિયાદ આપેલ છે તો તે અંગે કાયદેસરની તપાસ થવા અમારી ફરિયાદ છે વધુ તપાસ અર્થે પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here