ફતેપુરા માર્કેટ યાર્ડ માંથી ભારી વાહનો માલ ભરાઈને નીકળતા એકસીડન્ટ થવાની ભીતિ

0
430

 PRAVIN KALAL – FATEPURA 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા માર્કેટ યાર્ડમાં ઘણા સમયથી વેપારીઓ બેસતા ન હતા અને વેપારીઓ માર્કેટ યાર્ડમાં બેસતા જ માર્કેટ યાર્ડ ધમધમી ઉઠયું હતું અને ટ્રકોમાં રોજીંદા માલ ભરવાની કામગીરી વેપારીઓ દ્વારા થવા લાગી હતી ઓવરલોડેડ ટ્રકો ભરીને માર્કેટ યાર્ડ માંથી નીકળે છે. અને બહારની બાજુ નીકળતા બંને બાજુ શોર્ટ વળાંક આવેલા છે અને તેની આજુબાજુ લોકો દ્વારા હાથ લારીઓ ઉભી રાખી ધંધો કરે છે અને આ ગાડીઓ નીકળતા કોઈ મોટી હોનારત ના બને તે એક મહત્વની બાબત છે ગાડીનું સ્ટેયરિંગ ફેલ થાય કે બ્રેક ફેલ થાય તો શું હાલત થાય તે એક વિચારવા જેવી બાબત છે

બીજી બાજુ ફતેપુરામાં દબાણ એ વર્ષોથી ચાલતો આવતો પ્રશ્ન છે. રોડની આજુ બાજુમાં દુકાનોવાળા દ્વારા દબાણ થઈ ગયેલ હોવાથી ગામમાં કાયમી માટેનો પ્રશ્ન ઉભો રહે છે અહીંનો રસ્તો બહુ જ સાંકડો થઇ ગયેલ છે સામાસામી ગાડીઓ આવતા તે નિકળવામાં મોટી તકલીફો પડી રહી હોય છે. ગ્રામ પંચાયત અને તંત્ર આ બાબતે રસ લઈ કોઈ ઘટતી કામગીરી કરવામાં આવશે ખરી? ગામના અમુક સારા અને સમજુ માણસો દ્વારા આવી ચર્ચાઓ થતી જણાઈ આવેલ છે. આ તો બિલાડી ને ગળે ઘંટ કોણ બાંધે? તેવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે માટે તંત્ર જ જો રસ લે તો આ પ્રશ્નનો હલ થાય તેમ છે અને ફતેપુરામાં ચારેકોર લોકો દ્વારા સરકારી જગ્યાઓમાં દબાણ કરી જગ્યાઓ પણ રોકી લેવામાં આવી છે અને હાથલારીઓ પણ ગોઠવી દીધેલ છે તે એક મોટી સમસ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here