ભારતીય વાયુ સેના દ્વારા કરાયેલ એરસ્ટ્રાઈકની ખુશીમાં ફતેપુરા નગરમાં ફટાકડા ફોડવામાં આવ્યા

0
241

 PRAVIN KALAL –– FATEPURA 

 

 

 

 

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરામાં ભારતીય વાયુ સેના દ્વારા કરેલી એરસ્ટ્રાઈકની ખુશીમાં ફટાકડા ફોડી ખુશી મનાવી હતી. ફતેપુરા નગરના બીજેપી કાર્યકરો અને આગેવાનો તથા વ્હોરા અને મુસ્લિમ સમાજના આગેવાનોએ સવારમાં ફટાકડા ફોડી ભારત માતાકી જય તથા વંદે માતરમના સૂત્રોચ્ચાર કર્યા હતા. અને સાંજના સમયે બીજેપી કાર્યકરો, આગેવાનો અને મહિલાઓ દ્વારા કમલ દીપ પ્રગટાવી ઉજવણી કરવામાં આવી હતી અને શહીદ જવાનોને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી અને આપણા દેશની વાયુ સેનાને અભિનંદન પાઠવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here