
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં ભાઇ બહેનના પવિત્ર ગણાતા રક્ષાબંધન પર્વને ગણતરીના કલાકો બાકી છે છતાં પણ ઘરાકી ન નીકળતા વેપારીઓ મુંઝવણમાં મુકાયા. બહેનો પણ રાખડીઓની ખરીદીથી દૂર રહેતા ભાઇઓને કઈ રીતે પહોંચાડવી તેવી સોચમાં પડ્યા છે.
ભાઇ બહેનના પવિત્ર ગણાતા રક્ષાબંધન ની ઉજવણી પ્રસંગે સંજેલી બજારમાં રાખડીની ઘરાકી નહીં હોવાને લઇને વેપારીઓમાં મૂંઝવણમાં મુકાયા છે. આવતી કાલ તા.૦૩/૦૮/૨૦૨૦ ને સોમવારે પવિત્ર તહેવાર હોવાને કારણે લોકો રવિવારના રોજ પણ રક્ષાબંધન અને મીઠાઇ ફરસાણના દુકાનો ખુલ્લી રાખવા છતાં પણ માંડ માંડ એકલ દોકલ ઘરાકી જોવા મળી. સોમવારના રોજ ભાઈ બહેનના પવિત્ર રક્ષાબંધન પર્વ નિમિત્તે બહેને ભાઇને કેવા પ્રકારની રાખડી બાંધવી અને ભાઈએ બહેનને ભેટમાં કઈ વસ્તુ આપવી કેમ કે હાલ ચાલતા કોરોનાવાયરસ અને મંદીનો માહોલ વચ્ચે આવતા તહેવારની ઉજવણી કરવા જે પરંપરાગત રીતે દર વર્ષે મોંઘીડાટ રાખડીઓનું વેચાણ થતું હતુ તે ચાલુ વર્ષમાં તહેવાર નિમિત્તે બહેનો બને એટલી સસ્તી રાખડી ખરીદવાનો પ્રયાસ કરી રહેલા નજરે પડી રહ્યા હતા. દૂર ગામમાં રહેતી બહેનો કોરોનાવાયરસ ને લઇ બહેન ભાઈના ઘરે ન જઈ શકે, ભાઈ બહેનના ઘરે ના જઈ શકે એવી આ મહામારી બીમારી કોરોનાના કારણે ભાઇ બહેનના અતૂટ બંધનના તહેવાર પ્રસંગે એક જ ગામમાં રહેતા ભાઇ બહેનો આ તહેવારની ઉજવણી પ્રસંગે રાખડી ખરીદવા અવર જવર કરતા નજરે પડે છે.