સંજેલીના વાંસીયા ખાતે વસવાડી ધામ હરિ મંદિરમાં બેનેશ્વર ધામના પીઠાધિશ્વર અચ્યુતાનંદજી મહારાજના વરદ્હસ્તે યોજાયો ધાર્મિક કાર્યક્ર્મ 

0
32

દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના વાંસીયા ખાતે વસવાડી ધામ હરિ મંદિરમાં રાજસ્થાન બેનેસ્વર ધામના પીઠાધિશ્વર 1008 અચ્યુતાનંદજી મહારાજના વરદ્હસ્તે ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. તેમાં મહારાજના શુભ હસ્તે યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો. ડુંગરા અને વાંસીયાના ભક્તોએ ચાંદીનો મુગટ, રોકડ રકમ ભેટ કરી હતી. ગુરુજીનું આગમન વધામણાં આરતી પૂજા મહાપ્રસાદનું આયોજન છગનભાઇ મહારાજ, કિશોરભાઈ વસૈયા, ભરતભાઈ વસૈયા, વિરસિંહભાઈ બામણીયા, ગમનભાઈ વસૈયા, દિનેશભાઇ, રામુભાઇ ડી રાઠોડ, પ્રેમજીભાઈ રાઠોડ તથા ગામ આગેવાનો ભક્તો દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

બેનેસ્વર ધામમાં તા.૨૭/૧૧/૨૦૨૨ થી તા.૦૨/૧૨/૨૦૨૨ સુધીના શ્રી હરિ મંદિરના સુવર્ણ શિખર પ્રતિષ્ઠાના ભવ્ય કાર્યક્રમમાં દર્શનનો લાભ લેવા ગુજરાત, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના ભક્તોને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને વધુમાં આ કાર્યક્રમમાં માનનીય રાષ્ટ્ર્પતિ શ્રીમતી દ્રોપદી મુર્મૂજી, માનનીય વડાપ્રધાન નરેદ્રભાઈ મોદી તેમજ રાજસ્થાનના મુખ્યમંત્રી અને મહાનુભાવો હાજરી આપશે. સાત (૦૭) દિવસીય આ ભવ્ય કાર્યક્ર્મમાં સેવાધારી યુવાનો સંજેલી, વાંસીયા, ઝાલોદ તથા દાહોદ જિલ્લામાંથી મોટી સંખ્યામાં બેનેશ્વર ધામમાં સેવાકાર્ય માટે હાજરી આપશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here