દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના મુખ્ય મથક સંજેલીમાં તા.૨૦/૦૭/૨૦૨૩ ને ગુરુવારના રોજ ડો.શિલ્પન આર. જોશી મેમોરીયલ હાઇસ્કુલમાં વર્ષ 2023-24 નો તાલુકા યુવા ઉત્સવ ઉજવવામાં આવ્યો. જેમાં તાલુકાની વિવિધ શાળાઓએ અલગ અલગ કૃતિઓમાં ભાગ લીધો હતો. આ ઉત્સવમાં દરેક સ્પર્ધકે નંબર મેળવવા માટે ખૂબ જ સારું પ્રદર્શન કર્યું હતું. જેમાં એક પાત્રીય અભિનય / ભજન / વકૃત્વ સ્પર્ધા / સમૂહ ગીત / નિબંધ સ્પર્ધા વગેરે અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સંજેલી તાલુકામાં શ્રી ઉચ્ચતર માધ્યમિક કન્યા વિદ્યાલય, સંજેલીએ એક પાત્રીય અભિનય / વકૃત્વ સ્પર્ધા અને સમૂહ ગીતમાં પ્રથમ નંબર મેળવી વિજેતા રહ્યા હતા જ્યારે ભજન / નિબંધ લેખન સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધામાં ડો. શિલ્પન આર. જોશી પ્રથમ નંબરે વિજેતા રહ્યા હતા. શાળાના આચાર્ય અને સાંસ્કૃતિક કન્વીનરો દ્વારા વિજેતા વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
સંજેલીની ડો.શિલ્પન આર. જોશી મેમોરીયલ હાઇસ્કુલમાં વર્ષ 2023-24 નો તાલુકા યુવા ઉત્સવ ઉજવવામાં આવ્યો
RELATED ARTICLES