સંજેલીમાં ભાજપની ત્રિરંગા યાત્રામાં બાઇક અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો.

0
171

faruk patellogo-newstok-272-150x53(1)

FARUK PATEL – SANJELI

ફતેપુરા વિધાનસભા મતવિસ્તારની ત્રિરંગા યાત્રા ગુરુવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે માંડલી મુકામેથી ડી.જે.ના તાલ સાથે પ્રસ્થાન કરવામાં આવી રહી હતી. માંડલીથી પ્રસ્થાન કરી જીતપુરા, નેનકી થઈ સંજેલી આવી રહી હતી. તે દરમિયાન સંજેલીથી ૩ કી.મી. દૂર આવેલા વાછીયા ઘાટી હનુમાનજીના મંદિર પાસે ખાનગી ટ્રાવેલ્સ સાથે ત્રિરંગા યાત્રામાં જોડાયેલ બાઇક સવારનું અકસ્માત થતાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ નેનકી ગામના ભાજપના કાર્યકર લીમસિંગભાઈ માનસિંગભાઈ પલાસ, ઉ.વ. ૫૦નું મોત થયું હતું. અને જીતપુરા ગામના ગુલાબભાઇ બુરભાઈ પલાસ ઉ.વ. ૫૫ને ગંભીર ઇજા થતાં ૧૦૮ માં ગોધરા લઈ જતાં રસ્તામાં જ દમ તોડી નાખ્યો હતો.

  • ત્રિરંગા યાત્રા રેલીના કાર્યકરમની જાણ હોવા છતાં પણ પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાની પૂરતી જાળવણી ન રાખતા બે વ્યક્તિ ભોગ બન્યા હતા. આ બાબતે સંજેલી PSI ને ફોન કરતાં ચેમ્બરમાં હોવા છતાં ફોન રિસીવ ન કરતાં PSO ની સાથે વાત કરતાં જણાવ્યુ હતું કે રેલીની મંજૂરી લીધી છે કે કેમ તેની મને જાણ નથી.

આવનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈ ભાજપા દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં ૧૭/૦૮/૨૦૧૭ ગુરુવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. સંજેલીના ભાજપના ગઢ ગણાતા માંડલી મુકામે થી કેન્દ્રિય મંત્રી જસવંતસિંહ ભાભોર, ફતેપુરા ધારાસભ્ય રમેશભાઈ કટારા, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરસિંહ આમલિયાર, તાલુકા પ્રમુખ માનસિંહ ભાભોર, સરપંચ જશુભાઇ બામણીયા, જિલ્લા અને તાલુકાનાં હોદ્દેદારો કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા. માંડલી મુકામેથી સવારે ૧૦:૦૦ કલાકે ત્રિરંગા યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. માંડલી, જીતપુરા, નેનકી થઈ સંજેલી તરફ આવતા સંજેલીથી ૩ કી.મી. દૂર આવેલ વાછીયાઘાટી ખાતે અંદાજે ૧૧:૦૦ વાગ્યાના સુમારે ત્રિરંગા યાત્રાની બાઇક રેલીને ખાનગી બસ સાથે અકસ્માત થયો હતો જે બાદ પણ ઘટના સ્થળની નોંધ લીધા વિના અવિરતપણે ચાલુ રાખવામા આવી હતી. ત્રિરંગા યાત્રામાં કેન્દ્રિય મંત્રી હાજર હોવા છતા પોલીસ દ્વારા ટ્રાફિક નિયમનની અવ્યવસ્થાના કારણે ભાજપના બે કાર્યકરોની મોત થયા બાદ પણ ત્રિરંગા યાત્રા સ્થગિત કરવામાં આવી ન હતી. તથા ઘટનાસ્થળ પર પોલીસ પણ હાજર જ રહી હતી. તથા ઘટના બન્યા બાદ પણ ત્રિરંગા યાત્રાની રેલી કાર્યકરો દ્વારા સ્થગિત કરવામાં આવી ન હતી. તેમજ સંજેલી ખાતે આ રેલીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . અકસ્માતમાં ભોગ બનેલા મૃતકોની દરકાર લીધા વિના જ ભાજપની ત્રિરંગા યાત્રા રેલી અવિરત પણે શરૂ રહી હતી.

કોંગ્રેસ દ્વારા પણ આજ રોજ સુખસરથી ફતેપુરા સુધી બાઇક રેલીનું આયોજન કરાયું હતું. પરંતુ સંજેલીમાં ભાજપની ત્રિરંગા યાત્રામાં બે યુવાનોના મોતની ઘટનાની જાણ થતાં કોંગ્રેસ દ્વારા યાત્રા મોકૂફ રાખવામા આવી હતી તથા આ બે યુવાનોની આત્માને શાંતિ મળે તે માટે ૨ (બે) મીણિયાં મૌન પાલવમાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here