સંજેલી તાલુકાના કરંબા ગામે એક મહિલાએ ગળે ફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું

0
225
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના કરંબા લીમડી રોડ પર આવેલ કરંબા તળ ફળિયામાં રહેતા સોનલબેન મંગુભાઈ માવી ઉ.વ.૧૯ જે ગત તા.૧૪/૦૯/૨૦૨૦ ને સોમવારના રોજ બપોરના કોઈ પણ સમયે ઘરમાં એકાંતનો લાભ લઇ પોતે કોઈ અગમ્ય કારણસર ઘરના સરો ઉપર સાડી બાંધી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. જયારે આ સમય દરમિયાન તેના પતિ મંગુભાઈ માવી પોતાને કામ હોઈ બહારગામ ગયા હતા. જે સાંજે પરત આવતા આ બનાવની  ખબર પડતા જ આસપાસના લોકોને ભેગા કર્યા અને મંગુભાઈએ તેમના સસરાને બોલાવી બનાવની જાણ કરી. આ અંગે સુરેશભાઈ વાલાભાઈ દ્વારા આજે તા.૧૫/૦૯/૨૦૨૦ ને મંગળવારના રોજ સંજેલી પોલીસ સ્ટેશનમાં જાણ કરાતા પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયા હતો અને સ્થળ પર પંચકેસ કરવામાં આવ્યો
મૃતકની ડેડ બોડીને આજે સવારમાં પી.એમ. અર્થે સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં લાવામાં આવી હતી. આ બનાવને લઇ સંજેલી તાલુકા મામલતદાર સ્ટાફ પણ દોડી આવ્યો હતો. સંજેલી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવની નાયબ પોલિસ અધિકારી બી. વી. જાદવ ઝાલોદના એ તાપસ શરૂ કરી આગળની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here