
દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં તાલુકા સેવા સદન પાસે રાજ્ય સરકારની યોજના અંતર્ગત નવીન ભવનનું ખાતમૂહર્ત આજે તા.૨૮/૦૮/૨૦૨૦ ને શુક્રવારના રોજ દાહોદ સાંસદ જશવંતસિંહ ભાભોર તથા ધારાસભ્ય રમેશભાઈ કટારાના હસ્તે કરવામાં આવ્યું હતું. અંદાજે રૂપિયા ૩૬ લાખનાં ખર્ચે તૈયાર થનારા માર્ગ અને મકાન વિભાગની દેખરેખ હેઠળ આવતા 6 મહીનાના ટૂંકા ગાળામાં બે માળનું ભવન ઊભું કરી સંજેલી આઈ.સી.ડી.એસ શાખાને સોંપવામાં આવશે. આ પ્રસંગે તાલુકા અને જિલ્લાનાં અધિકારીઓ તેમજ ભાજપના કાર્યકરો પણ હાજર રહ્યા હતાં.