દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં સંજેલી પ્રાથમિક કુમાર શાળા, કન્યા શાળા તેમજ નેનકી, સરોરી, માંડલી, વાંસીયા, પિછોડા, ડુંગરા, ગોવિંદતલાઈ, ડો.શીલ્પન આર. જોષી હાઈસ્કૂલ વગેરે શાળાઓમાં 76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.
સંજેલી તાલુકાની GMRS સ્કૂલ ગરાડીયા અને ગરાડીયા પ્રાથમિક શાળામાં દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ સુરતાનભાઇ કટારા, શાળાના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો હતો જયારે તાલુકા કક્ષાનો કાર્યક્રમ નેનકી ગ્રામપંચાયત વિસ્તારનાં તરકડામહુડી પ્રાથમિક શાળામાં યોજાયો હતો. જેમાં મામલતદાર પી.જે. વસાવાનાં વરદ્હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સંજેલી તાલુકા વિકાસ અધિકારી કૃણાલભાઈ ડામોર, નાયબ માંમલતદાર, નેનકી સરપંચ, તાલુકા પ્રમુખ, માજી સરપંચ તેમજ અન્ય હોદ્દેદારો હાજર રહ્યા હતા. સારી કામગિરી કરનારા 8 જેટલા પ્રાથમિક શિક્ષકોને સન્મ્માન પત્ર આપવામાં આવ્યાં હતાં જયારે નેનકી માજી સરપંચ મહેન્દ્રભાઈ પલાશ પરિવાર તરફથી નિવૃત શિક્ષક ભાઈ બહેનોનું સાળ ઓઢાવી સન્માન કરવામાં આવ્યું હતું
સંજેલી પોલીસ વિભાગ તેમજ હોમગાર્ડ જવાનો એ પરેડ યોજી હતી. સંજેલી વન વિભાગ દ્વારા શાળામાં વિવિધ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.