Exclusive : દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂ ફાલ્ગુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે U.S. માં નોમિનેટ થયું

0
343

 

 

 

દાહોદના વૈષ્ણવ પરિવારની પુત્રવધૂ ફાલ્ગુની ગૌરવ શાહનું નામ ગ્રેમી એવોર્ડ માટે નોમિનેટ થયું છે. હાલ અમેરિકા સ્થિત ફાલ્ગુની શાહનું ‘ફાલુ’ઝ બાઝાર’ આલબમ બેસ્ટ ચિલ્ડ્રન સોંગ્સ કેટેગરીમાં સ્થાન પામ્યું છે. મૂળ દાહોદના અને વર્ષોથી  U.S. સ્થાયી થયેલ લીનાબેન અને દિલીપભાઈ રસિકલાલ શાહના ડૉ. પુત્ર ગૌરવના પુત્રવધુ ફાલ્ગુની દલાલ-શાહ જાણીતા ગાયિકા છે. તેમના ‘સ્મરણાંજલિ’ સહિત અનેક આલ્બમ પ્રકાશિત થયા છે.

ફાલ્ગુનીએ “ફાલુ’ઝ બાઝાર” નામનું આલબમ પોતાના પુત્ર નિશાદને લઈને બનાવ્યું હતું. કેન્સર નિષ્ણાત અને ગાયક પતિ ડો.ગૌરવ શાહ સાથે લગ્ન પણ બંને બોમ્બે સંગીત શીખવા આવતા ત્યાં મુલાકાત થઈ અને લગ્ન કર્યાં. લગ્ન થયા બાદ અમેરિકા ખાતે સંગીત ગુરુ પાસે ઇન્ડિયા શીખવા આવતા અને રોજ 4 કલાક તો રિયાઝ કરતા હતા. અમેરિકાના વ્હાઈટ હાઉસમાં નવેમ્બર – ૨૦૦૯ માં તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંઘના સન્માનમાં ઓબામા સરકાર દ્વારા આયોજિત એક સમારંભમાં સંગીતકાર એ.આર.રહેમાનના સંગીત નિર્દેશનમાં ‘જય હો’ ગીત ગાવા માટે તેમને પણ વિશેષ સ્થાન પ્રાપ્ત થયું હતું. જેમાં તેઓએ પોતાની સુરીલી પ્રસ્તુતિ દ્વારા સહુના મન મોહી લીધા હતા.

અમેરિકાની 20 પ્રભાવશાળી મહિલાઓમાં તેમનું નામ છે. તેઓનો ઉલ્લેખ ૨૦૧૫ ના ઇકોનોમિક્સ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ના સર્વેમાં કરવામાં આવ્યો હતો. ૨૦૧૮ માં તેમને વૉમેન આઇકોન્સ ઓફ ઈન્ડિયા એવોર્ડ પ્રાપ્ત થયો હતો. હાલમાં તેઓએ તેમનું જે નવું આલબમ “ફાલૂ’ઝ બાઝર” રિલીઝ કર્યું છે તે માટે દક્ષિણ એશિયામાંથી તે એક માત્ર વ્યક્તિ તરીકે તેઓનું નામ નોમિનેટ થયું છે. આગામી 10 ફ્રેબ્રુઆરી એ ફાલ્ગુનીને લોસએન્જલસના ડાઉન ટાઉનમાં આયોજિત ગ્રેમી એવોર્ડ્સ ના કાર્યક્રમમાં રેડ કાર્પેટ સન્માન પ્રાપ્ત થશે. “ફાલુ’ઝ બાઝાર” તેના ચાર વર્ષના પુત્ર નિશાદના બાળસહજ પ્રશ્નોમાંથી જન્મ્યું છે. ભાષા, ખાણીપીણીથી લઈને તેના દ્વારા પુછાતા જે તે પ્રશ્નોના પોતાની રીતે સંગીતમય જવાબ તેમાં છે. આ આલ્બમમાં તેમના પતિ અને માતાએ પણ ગાયું છે.

તેમના પરિવારજનો તેમજ પરિવારના કુટુંબ સ્થિત ફાલ્ગુનીના સાસુ સસરા જે હાલ ઇન્ડિયા અને તેમના વતન દાહોદમાં છે તેઓને મળવા અને અભિનંદન પાઠવવા આવ્યા હતા. તેમની માટે જણાવ્યું હતું કે આ દાહોદ નહીં પણ દેશ માટે ગૌરવની વાત છે. જ્યાં મોટી મોટી હસ્તીઓ નોમિનેટ માટે ખૂબ મહેનત કરતી હોય છે ત્યાં આ મારી પુત્રવધુનું નામ નોમિનેટ થયું તે ખૂબ ગૌરવની વાત છે.

કેયુર પરમાર, NewsTok24 એક્ઝિક્યુટિવ એડિટર, દાહોદ. ગુજરાત.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here