ફતેપુરા પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રા નીકાળવામાં આવી

0
330

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરાના પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા જન્મ જયંતિ નિમિત્તે શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. તેમાં સંપૂર્ણ સાદગીપૂર્વક વીર શહીદોની યાદમાં પંચાલ સમાજના આગેવાનોથી લઈ બાળકો સુધી બહુ ભારે શોક વ્યક્ત કરવામાં આવ્યો હતો. તેમાં પંચાલ સમાજના આગેવાનોએ સફેદ ડ્રેસ અને કાળી પટ્ટી ધારણ કરી કરી વીર શહીદોને શોક પ્રગટ કર્યો હતો.

શોભાયાત્રા અંબાજી મંદિર થી ચાલુ કરી હતી અને પુરા નગરમાં મેન બજાર, હોળી ચકલા,  ઝાલોદ રોડ, પાછલો પ્લોટ થઈ માતાજીના મંદિરે બેનરો સાથે મૌન ધારણ કરી ફેરવવામાં આવી હતી. બેનરોમાં વંદે માતરમ, ભારત માતાકી જય, શહીદો અમર રહો… અમર રહો… વિગેરે લખાણો લખવામાં આવ્યા હતા. શહીદોની યાદમાં બેન્ડવાજા રાષ્ટ્રીય ગાન દેશભક્તિના ગીતો ફતેપુરા આખા નગરમાં ગુંજી ઉઠ્યા હતા, અને માતાજીના મંદિરે વંદે માતરમ વંદે માતરમ બોલાવી વિસર્જન કરવામાં આવ્યું હતું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here